અમેરિકાના નાગરિકો હવે તેમના પાસપોર્ટને ઓનલાઈન રીન્યૂ કરી શકશે

અમેરિકાના નાગરિકો હવે તેમના પાસપોર્ટને ઓનલાઈન રીન્યૂ કરી શકશે

અમેરિકાના નાગરિકો હવે તેમના પાસપોર્ટને ઓનલાઈન રીન્યૂ કરી શકશે

Blog Article

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા તેની નવી ઓનલાઈન પાસપોર્ટ રીન્યુઅલ સીસ્ટમને લોન્ચ કરવામાં આવી છે, જે અમેરિકાના નાગરિકો માટે પાસપોર્ટ સર્વિસીઝ મેળવવા માટે મહત્ત્વપૂર્ણ સુધારો દર્શાવે છે. આ નવી સીસ્ટમ દ્વારા નાગરિકોને તેમના પાસપોર્ટને સુરક્ષિત ઓનલાઈન પ્રક્રિયા દ્વારા રીન્યૂ કરવાની મંજૂરી મળે છે, આ સુવિધાના કારણે કાગળ પર અરજીઓ કરવાની અને તેને મોકલવાની જરૂરિયાત રહેતી નથી.
આ ઓનલાઈન પ્લેટફોર્મ ફેડરલ કસ્ટમર સર્વિસમાં પરિવર્તન લાવવાના પ્રેસિડેન્ટ બાઇડેનના ખાસ આદેશ મુજબ સરકારી સુવિધાઓને આધુનિક બનાવવાના ડીપાર્ટમેન્ટના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે. તેનો મુખ્ય હેતુ અમેરિકનો માટે વધુ કાર્યક્ષમ અને અનુકૂળ પાસપોર્ટ રીન્યૂઅલ પ્રક્રિયા ઉપલબ્ધ કરાવવાનો છે.
પ્રેસ રીલીઝમાં જણાવ્યા મુજબ, ડિજિટલ અપગ્રેડ ઉપરાંત, કર્મચારીઓની સંખ્યામાં વધારો અને આધુનિક ટેકનોલોજીના કારણે પાસપોર્ટ રીન્યૂઅલ પ્રોસેસના સમયમાં ઘટાડો થયો છે. અત્યારે, નિયમિત પાસપોર્ટ અરજીઓની પ્રક્રિયા ગત ઉનાળા કરતાં લગભગ એક તૃતીયાંશ સમયમાં થઈ રહી છે, જેમાં મોટાભાગની અરજીઓની પ્રક્રિયા જાહેરાતના છથી આઠ સપ્તાહમાં સારી રીતે પૂર્ણ થઈ છે. આ સર્વિસ Travel.State.Gov/renewonline પર ઉપલબ્ધ છે.

Report this page